loader

Breaking News


Home > Gujarat > મહિનામાં ત્રીજી વખત દૂધનાં ભાવમાં લાગી આગ


Foto

મહિનામાં ત્રીજી વખત દૂધનાં ભાવમાં લાગી આગ

Aug. 11, 2018, 10:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનાં અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયાએ છેલ્લા એક માસમાં ત્રીજી વખત ભાવ વધારો કરવાની જાહેરાત કરતા દૂધ ઉત્પાદકોનાં આ કઠીન સમયમાં આનંદ પ્રસરી ઉઠયો છે.



છેલ્લા ૨૦-૨૫ દિવસથી વરસાદ ખેંચાતા દૂધ ઉત્પાદકો માટે કઠીન સમય આવ રહ્યો હોય તેવું અનુભવતા હતાં. ખાસ કરીને પશુઓને ખવડાવતા ઘાસચારા તેમજ ખાણદાણમાં સતત વધતા જતા ભાવથી દૂધ ઉત્પાદન ખર્ચ વધતો જતો હતો. આવી પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદકોને સતત એક માસમાં ત્રણ વખત ભાવ વધારો કરી સાચા અર્થમાં દૂધ ઉત્પાદકોનાં પ્રતિનિધિ તરીકે સંઘનાં અધ્યક્ષએ આ નિર્ણય કરી દૂધ ઉત્પાદકો માટે ખુશ ખબર આપી રહ્યા છે. તા.૧૧-૭-૨૦૧૮થી પ્રતિ કિલો ફેટે રૂ.૧૦નો ભાવ વધારો કરી પ્રતિ કિલો ફેટે રૂ.૬૫૦ ચુકવવાનો નિર્ણય રાજકોટ દૂધ સંઘે કરેલ છે. આ પહેલા તા.૧-૭- ૨૦૧૮એ પ્રતિ કિલો ફેટે રૂ.૨૦નો, આ પહેલા તા.૨૧- ૬-૨૦૧૮એ પ્રતિ કિલો ફેટે રૂ.૨૦નો વધારો કરી કુલ એક માસમાં પ્રતિ કિલો ફેટે રૂ.પ૦નો ઐતિહાસીક ભાવ વધારો કરી દૂધ ઉત્પાદકોને આર્થિક મદદપ થવાનો નિર્ણય કરેલ છે. આ ભાવ વધારાથી ગામડે બેઠા દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટરે રૂ.૩.પ૦થી ૫.૦૦નો દૈનિક ભાવ મળતો થશે.આ ઐતિહાસીક નિર્ણય ફકત સહકારી સંઘ દ્વારા જ થઇ શકે તેવી પ્રતિતિ જિલ્લાનાં દૂધ ઉત્પાદકો કરી રહ્યા છે.