loader

Breaking News


Home > Bollywood > રીલીઝ થયાની મીનીટોમાં પદ્માવત ફેસબુક પેજ પર યુઝર દ્વારા લાઈવ થતાં હજારો લોકોએ નિહાળી


Foto

રીલીઝ થયાની મીનીટોમાં પદ્માવત ફેસબુક પેજ પર યુઝર દ્વારા લાઈવ થતાં હજારો લોકોએ નિહાળી

Jan. 25, 2018, 3:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત વિવાદોમાં ફસાઈ છે ત્યારે ગુજરાત, રાજસ્થાન સહીત ચાર રાજ્યોમાં રીલીઝ થઇ નથી પણ ભારતનાં અન્ય દેશોમાં રીલીઝ થઇ છે. રાજપૂત સંગઠનો દ્વારા સિનેમાઘરોને અસ ફિલ્મ રીલીઝ નહી કરવાં માટે ચેતવણી આપવામાં આવી હતી જો કે અન્ય રાજ્યોમાં આ ફિલ્મ રજુ થતાં લોકોએ નિહાળી હતી તેમજ એક સિનેમાઘરમાંથી કોઈ ફેસબુક યુઝરે પદ્માવત લાઈવ લીક કરી દેતાં હજારો લોકોએ નિહાળી હતી.

આજે પદ્માવત રિલીઝ થઇ હતી જેના અનુસંધાનમાં ઘણાં પ્રેક્ષકો ફિલ્મ જોવા પહોંચ્યા હતાં ત્યારે થીએટરમાંથી ફેસબુક પર જાટો કા અડ્ડા નામનાં પેજ પર પદ્માવત લાઈવ કરી દેવાતાં હજારો લોકોએ મફતમાં ફિલ્મની મજા માણી હતી. ફિલ્મ પદ્માવતને પેજ દ્વારા લાઈવ કરવામાં આવેલાં વિડીઓ દ્વારા ૧૫ હજારથી પણ વધુ લોકોએ શેયર કરી હતી. આ પરથી અંદાજ લગાવવામાં આવે છે થોડા કલાકોમાં આ ફિલ્મ સોશિયલ મીડિયાના ઘણાં બધા પ્લેટફોર્મ પર લીક થઇ જશે જે ભણસાલી અને વાઈકોમ ૧૮ માટે રોકવું મુશ્કેલ થઇ પડશે. જો કે પદ્માવત જોઇને બહાર આવેલા દર્શકો ફીલને વખાણી રહ્યાં છે તેમજ જણાવ્યું હતું કે ફિલ્માં કોઈની લાગણી દુભાય તેવા એકપણ સીન કે કથાવસ્તુ નથી.