loader

Breaking News


Home > Gujarat > ટ્રાન્સપોર્ટર્સની હડતાળથી ઉદ્યોગ જગતને હજારો કરોડ રૂપિયાનો ફટકો


Foto

ટ્રાન્સપોર્ટર્સની હડતાળથી ઉદ્યોગ જગતને હજારો કરોડ રૂપિયાનો ફટકો

July 24, 2018, 4:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ચાર દિવસથી ગુજરાત સહિત દેશભરમાં ટ્રાન્સપોટરો હડતાળ પર છે. ટ્રાન્સપોર્ટરોને એક અંદાજ મુજબ રોજનું રાજ્યમાં ૪૦૦૦ કરોડથી વધુનું નુકસાન જઇ રહ્યું છે. તેની સાથેસાથે અન્ય વેપાર ઉદ્યોગો ઉપર પણ હવે તેની અસર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે ઉદ્યોગજગતને હજારો કરોડનું નુકસાન થઇ રહ્યું છે, તો, તેની સીધી અસર સામાન્ય જનજીવન અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવો પર પણ પડી રહ્યા છે.

બીજીબાજુ, સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહી મળતાં ટ્રાન્સપોર્ટર્સની હડતાળ યથાવત્‌ રહી છે, જેને લઇ વાતાવરણ ભારે ગરમાયું છે. છેલ્લા ચાર દિવસથી ટ્રાન્સપોર્ટર્સની હડતાળના કારણે કાચોમાલ નહી આવવાના કારણે તથા તૈયાર માલનો સપ્લાય બંધ થઇ જવાના કારણે કાપડ બજાર, કેમિકલ સહિત અન્ય વેપાર ઉદ્યોગો ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને નાના અને મધ્યમ કદના એકમોને તેની સીધી અસર જોવા મળી છે. આ એકમોમાં કાચામાલની અછત બીજી બાજુ તૈયાર માલના સપ્લાય બંધ થઇ જવાના કારણે તેઓને મોટું આર્થિક નુકસાન જઇ રહ્યું છે. કાપડ સેક્ટરના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે માલનું પરિવહન બંધ થઇ જવાના કારણે કાપડ બજારને અમદાવાદ અને સુરતમાં એક અંદાજ મુજબ રૂ. ર૦૦ થી ૪૦૦ કરોડની ડિલિવરી અટવાઇ ગઇ છે.