loader

Breaking News


Home > National > ભારતના ત્રણ રાજ્યો જ્યાં ના ચાલ્યો, મોદી-શાહનો જાદુ....


Foto

ભારતના ત્રણ રાજ્યો જ્યાં ના ચાલ્યો, મોદી-શાહનો જાદુ....

May 23, 2019, 5:23 p.m.
      Whatsapp   

2014 ની લોકસભા ચૂંટણીઓ મુજબ, ભાજપે ફરી  2019 ની લોકસભા ચૂંટણીઓમાં પણ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે.  અત્યાર સુધીના પરિણામો જણાવે છે કે NDA ૩૪૨  થી વધુ બેઠકો મેળવી શકશે. પરંતુ મોદીના સુનામીમાં કેટલાક રાજ્યો હતા, જ્યાં તેમનો જાદુ ન ચાલી શક્યો. અને  આ ત્રણ રાજ્યો દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ છે.

વાત કરીએ આંધ્રપ્રદેશની, તો  અહીં મોદી અને શાહનો જાદુ કામ નથી કરી શક્યો. અહીંના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભાજપ અને મોદીની વિરુદ્ધ ભારે અભિયાન ચલાવ્યું હતું.  તેમ છતાં નાયડને  તેનાથી લાભ તો ન મળ્યો પરંતુ, જગમોહન  રેડ્ડી જરૂરથી તેનો ફાયદો ઉઠાવી ગયા અને લોકસભામાં તો વધુ બેઠકો મેળવી સાથે સાથે, વિધાનસભા ચૂંટણીમાં પણ બહુમતી મેળવી. અને નાયડુ દિલ્હીના ચક્કર કાપતા રહી ગયા અને વધુમાં મુખ્યમંત્રી પદ પણ ગુમાવવાનો વારો આવ્યો. 

તમિલનાડુની વાત કરીએ તો, મોદીનું જાદુ આ રાજ્યમાં પણનાં ચાલ્યું. ભાજપે અહીં અન્નાદ્રુમક સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું. પરંતુ આ નિર્ણય ખોટો સાબિત થયો.  કૉંગ્રેસ સાથેના વિપક્ષી ડીએમકેએ ભાજપ-અન્નાદ્રુમકને ધોબી પછડાટ આપી છે. ભાજપને આ ગઠબંધનથી  કોઈ ફાયદો થયો નથી. જયારે અહીં રાહુલ ગાંધીનો  નિર્ણય કોંગ્રેસ માટે યોગ્ય સાબિત થયો છે, નહિ તો  યુપીએનો ગ્રાફ હજુ નીચે જાત. 

કેરળમાં પણ ભાજપને કોઈ ફાયદો નથી. એક અનુમાન હતું કે આ વખતે  મોદી મેજીકના સહારે ભાજપ કેરળમાં મજબુત સ્થિતિમાં આવી જશે. પરંતુ તે એક માત્ર અનુમાન જ રહ્યું. અને અહીં પણ મોદી પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહ્યા.