loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં 10 જિલ્લાનાં ત્રણ હજાર ગામો દુકાળગ્રસ્ત જાહેર કરાયા


Foto

રાજ્યમાં 10 જિલ્લાનાં ત્રણ હજાર ગામો દુકાળગ્રસ્ત જાહેર કરાયા

Oct. 23, 2018, 10:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત સરકારે ચોમાસા દરમિયાન થયેલ ઓછા વરસાદને કારણે ઢોર - ઢાંખરને પડી રહેલ ચારા - પાણીની સમસ્યાને નજરમાં રાખીને રાજ્યના ત્રણ હજારથી વધુ ગામોને દુકાળગ્રસ્ત જાહેર કરી દીધા છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 10 જિલ્લાઓના 51 તાલુકાના દુકાળગ્રસ્ત ગામોની યાદી જાહેર કરી છે.

ગાંધીનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ, બનાસકાંઠા , ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મેહસાણા, મોરબી, પાટણ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના 51 તાલુકાનાં 3291 ગામોને સરકારે દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે. સરકાર આ ગામોમાં ઢોર - ઢાંખર માટે પીવાનું પાણી તેમજ ચારો સસ્તાભાવે ઉપલબ્ધ કરાવશે.