loader

Breaking News


Home > Gujarat > સમસ્ત ગુજરાત માલધારી સમાજ દ્વારા રાજપુર પાટીયાથી મહારેલી યોજાઈ


Foto

સમસ્ત ગુજરાત માલધારી સમાજ દ્વારા રાજપુર પાટીયાથી મહારેલી યોજાઈ

Aug. 10, 2018, 2:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : આજરોજ રાજપુર છત્રાલ મહેસાણા રાજપુર પાટીયા પાસેથી ખેરપુર ગામના ગૌરક્ષક એવા રાજુભાઈ રબારીની થયેલ હત્યા સંદર્બે માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજરોજ છત્રાલ- મહેસાણા, હાઈવે રાજપુર પાટીયા પાસેથી સમસ્ત ગુજરાત માલધારી સમાજ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં આ રેલીમાં માલધારીઓ જોડાયા હતા.

ગઈકાલે પણ ગાંધીનગર ખાતે આ સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ રેલીમાં મોટીભાગના તાલુકાના ગામોના ભુવાજી પણ જોડાયા હતા. રેલીમાં જાડાયેલા ભુજવાજીમાં ગમન ભુવાજીસાંતળ, સાગર મેઠા, ભુવાજી મુળજીભાઈ રણછોડભાઈ કાળી, ભુવાજી કનુભાઈ સાકાભાઈ (દેત્રોજ) ભુવાજી કનુભાઈ તળજાભાઈ (વિરોચનનનગર) લાલુભાઈ ચેહોરભાઈ, ભુવાજી નારાણભાઈ નાગજીભાઈ (ગમનપુરા) ભુવાજી નારામભાઈ હરજીભાઈ (ઉમેદપુર) ભુવાજી નારણભાઈ કરમશીભાઈ (ગમનપુરા) ભુવાજી સઈજીભાઈ જમાભાઈ માણસા , ભુવાજી બળદેવભાઈ કાળાભાઈ ઈન્દ્રોડા, ભુવાજી રણછોડભાઈ ગાંડાભાઈ સુવાળા, ભુવાજી મહાદેવ ભાઈ માલજીભાઈ ગરોળીયા, ભરતભાઈ ફુલા, ભુવાજી રણછોડભાઈ લેમ્બાભાઈ ગોતાથી લઈને મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા.