loader

Breaking News


Home > Gujarat > છોટાઉદેપુરથી અમિત શાહ અને જીતું વાઘાણીની ગર્જના


Foto

છોટાઉદેપુરથી અમિત શાહ અને જીતું વાઘાણીની ગર્જના

April 19, 2019, 5:26 p.m.
      Whatsapp   

ગુજરાત લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે છોટા ઉદેપુર ખાતે એક ચૂંટણી સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ એક જાહેર સભાને સંબોધી હતી. 

આ સભામાં જીતું ભાઈએ હાર્દિક પર થયેલ હુમલાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પરનો હુમલો એ હાર્દિક પટેલ દ્વારા રચવામાં આવેલું એક નાટ્ક છે. અને ખોટો દોષનો ટોપલો ભાજપ પર નાખી રહ્યો છે. જયારે અમિત શાહે આજ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં  કોંગ્રેસની પેઢી રાજ કરે છે, કોંગ્રેસમાં વંશવાદ ચાલી છે.