loader

Breaking News


Home > Gujarat > યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકીટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ


Foto

યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકીટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ

Oct. 15, 2018, 11:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દિવાળીનાં તહેવારો અને વેકેશન દરમિયાન રેલ મુસાફરી કરતા પ્રવાસીઓમાં મોટો વધારો થાય છે. મોટા ભાગની ટ્રેન આ સમય દરમિયાન હાઉસફૂલ રહે છે એટલું જ નહીં, વેઇટિંગ પણ મોટું રહે છે ત્યારે રેલવે તંત્રએ રેલ પ્રવાસીઓને મોબાઈલ ટિકિટિંગ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા યુટીએસ એપથી રેલવે ટિકીટ બુક કરાવનાર પ્રવાસીને પાંચ ટકા ડિસ્કાઉન્ટનો લાભ ફેબ્રુઆરી માસ સુધી જાહેર કર્યો છે.



અમદાવાદ સહિત રાજ્યનાં તમામ રેલવે ડિવિઝનમાં યુટીએસ મોબાઈલ એપ કાર્યરત છે. ૧૩૮ હેલ્પ લાઈન ઉપર પ્રવાસી આ બાબતે વધુ જાણકારી મેળવી શકે છે અને યુટીએસ એપ ડાઉનલોડ કરી શકે છે. પ્રવાસીઓ ડિજિટલ ટિકીટિંગ તરફ આગળ વધે તે હેતુથી રેલ્વેતંત્ર દરેક રેલ પ્રવાસી દ્વારા આર વોલેટ જનરેટ અથવા તો રિચાર્જ કરવામાં આવશે તો તેના પર પાંચ ટકા બોનસ એટલે કે પાંચ ટકા ડિસ્કાઉન્ટ તંત્ર વોલેટમાં જ જમા કરી દેશે. તેથી પ્રવાસીને ટિકીટબારીથી કે ઓનલાઇન ટિકીટ ખરીદી કરે તેના કરતાં આર વોલેટથી ખરીદી કરશે તો ટિકીટ પાંચ ટકા વધુ સસ્તી મળશે તેવું રેલ્વેતંત્રનાં અમદાવાદનાં પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. આ પાંચ ટકા બોનસ યોજના આગામી છ માસ સુધી એટલે કે, ર૪ ફેબ્રુઆરી, ર૦૧૯ સુધી કાર્યરત રહેશે.