loader

Breaking News


Home > Bollywood > 'ટાઈગર' સલમાનને પણ ઈર્ષ્યા કરાવે છે આ 16 વર્ષના ટેણીયાની ભવ્ય લાઈફ સ્ટાઇલ.


Foto

'ટાઈગર' સલમાનને પણ ઈર્ષ્યા કરાવે છે આ 16 વર્ષના ટેણીયાની ભવ્ય લાઈફ સ્ટાઇલ.

April 10, 2018, 12:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:બોલિવૂડ 'ભાઈજાન' સલમાન ખાને થોડા સમય પહેલાં જ અબુ ધાબીમાં 'રેસ 3'નું શૂટિંગ પૂરું કર્યું. આ ફિલ્મમાં સલમાન ખાને યુએઈના 16 વર્ષીય રિચેસ્ટ રાશિદની ફેરારી ચલાવી છે. આ પહેલાં સલમાન ખાન 'ટાઈગર જિંદા હૈં'ના શૂટિંગ સમયે પણ શેદ સૈફ બેલહાસાને મળ્યો હતો. રાશેદ મની કિક્સના નામથી સોશ્યિલ મીડિયામાં લોકપ્રિય છે.

કોણ છે રાશેદઃ

દુબઈના જાણીતા બિઝનેસ ટાઈકૂન સૈફ અહેમદ બેલહાસાનો પુત્ર રાશેદ છે. રાદેશ ડ્રિમ લાઈફ જીવી રહ્યો છે. તેના ઇન્સટ્રા એકાઉન્ટમાં 1.3 મિલિયન જેટલા ફોલોઅર્સ છે. 16 વર્ષીય રાશેદની લાઈફ જોઈને ભલભલાને ઈર્ષ્યા થાય આવી જાય તેમ છે. રાશેદની લક્ઝૂરિય લાઈફ છે અને તમામ સેલિબ્રિટીઝ તેની સાથે પોઝ આપે છે. કોઈ પણ સેલિબ્રિટી જ્યારે પણ અબુધાબી આવે એટલે રાશેદના મહેલ જેવાં ઘરની જરૂર મુલાકાત લે છે. રાશેદ પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ધરાવે છે.

રાશેદના પિતાએ ગયા વર્ષે પોતાના દીકરા માટે ફેરારી લીધી હતી. આની કિંમત અંદાજીત રૂપિયા. 1 કરોડ 66 લાખ છે. રાશેદે પોતાની આ કારને Supreme x Louis Vuittonના લોગોથી ડેકોરેટ કરી છે. જોકે, હજી સુધી તેને ડ્રાઈવિંગ લાઈસન્સ મળ્યું નથી પરંતુ તે આ નવી નક્કોર ફેરારીનો માલિક જરૂર બની ગયો છે.

સલમાને કહી આ ખાસ વાતઃ

અબુ ધાબીમાં શૂટિંગ કરતો સલમાન ખાન પણ રાશેદને મળ્યો હતો. સલમાને ખાને રાશેદની નવી ફેરારીને લઈ કહ્યું હતું કે "I am too proud of you Rasheed. Way to go!". સલમાને રાશેદ સાથે પાણીપુરીની મજા માણી હતી. આ પહેલાં પણ મે, 2017માં સલમાન તથા રાશેદ એકબીજાને મળ્યાં હતાં.