loader

Breaking News


Home > Health > તંબાકુ બનશે કૈંસર અને અંધતાનું કારણ


Foto

તંબાકુ બનશે કૈંસર અને અંધતાનું કારણ

Sept. 25, 2017, 6:55 p.m.
      Whatsapp   

એમ્સના ડોક્ટરોએ તંબાકુ વિશે જાણકારી આપતા કહ્યુ કે, તંબાકુના સેવનથી માત્ર કૈંસર નહી પરંતુ આંખોની દ્રષ્ટિ પણ જવાની સંભાવના રહે છે. ડોક્ટરોએ કહ્યુ કે, આ વિષય પરના ઘણા અભ્યાસો દર્શાવે છે કે, જે લોકો તંબાકુનું સેવન કરે છે, તે લોકોમાં તંબાકુનું સેવન ન કરનારની સરખામણીમાં મોતિયાબિંદ હોવાની સંભાવના વધી જાય છે. પાંચ કે દશ વર્ષ સુધી તંબાકુનું સેવન કરવાથી આંખોની નસો પ્રભાવિત થાય છે જેનાથી આંખોની દ્રષ્ટિ જવાની સંભાવના વધી જાય છે.

લોકો જાણે છે કે તંબાકુનાં સેવનથી હ્રદય રોગ અને કૈંસર થઇ શકે છે પરંતુ તંબાકુથી આંખોની દ્રષ્ટિ જતી રહે છે અને મોટા ભાગની અન્ય સમસ્યાઓ વિશે તે અજાણ હોય છે. એમ્સના રાજેન્દ્ર પ્રસાદ નેત્ર વિજ્ઞાન કેન્દ્રનાં પ્રમુખ ડો.અતુલ કુમારના જણાવ્યાં મુજબ ઘણી વખત આ પ્રકારની બાબતે આંખોની દ્રષ્ટિ પાછી આવી શકતી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે એમ્સમાં વાર્ષિક આંખોની દ્રષ્ટિ જવાના કુલ કેસોમાં 5 ટકા કેસ તંબાકુથી આંખની દ્રષ્ટિ જવના હોય છે.

એક સર્વે મુજબ આજની યુવા પેઢી સૌથી વધુ તંબાકુનું સેવન કરી રહી છે. જો 2010નાં આકડા જોવામાં આવે તો માત્ર તે વર્ષે ભારતમાં દુનિયાના 20 ટકા નેત્રહિન હતા. જે દર્શાવે છે કે આપણો દેશ કઇ દિશા તરફ જઇ રહ્યો છે. એક આકડા મુજબ માત્ર ધ્રુમ્રપાનથી જ રોજ 14,000 લોકોના મોત થાય છે. ડોક્ટરોના મતે તંબાકુનું સેવન કરનાર જો સમય પહેલા તે બંધ કરી શકે તો સામાન્ય ખોરાક અને વ્યાયામથી તે આ બિમારીને આવતા રોકી શકે છે. સ્વસ્થ આહાર સુખી જીવનની ચાવી છે.

હાર્દિક શાહ