loader

Breaking News


Home > Gujarat > કોબાની કરોડોની જમીનમાં આગોતરા જામીન બાદ આરોપીને તોડફોડીયા કોન્સ્ટેબલની દાદાગીરી


Foto

કોબાની કરોડોની જમીનમાં આગોતરા જામીન બાદ આરોપીને તોડફોડીયા કોન્સ્ટેબલની દાદાગીરી

March 28, 2018, 5 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં જમીનોના ભાવ ઊંચે જતાં આજના યુગમાં જમીનોના વાદ વિવાદના કેસોમાં પણ એટલો જ ઉછાળો આવ્યો છે. ગુજરાતનું પાટનગર અને ગાંધીનગર જિલ્લાની જમીનોના ભાવ પણ આકાશને આંબી રહ્યાં છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા કોબા ગામમાં ૬૦ વર્ષીય ખેડૂત બાબુભાઈ જાઈતારામ પટેલની સર્વે નંબર ૫૭/૫ ની જમીન વડીલોપાર્જીત અને ભાગ ભાગની આવેલી છે. ત્યારે આ જમીન પ્રકરણના મુદ્દામાં બાબુભાઈએ માનસિક સ્વસ્થતા ગુમાવી હોવાની રજૂઆત સાથે પોતાને ફોસલાવીને અને જમીનોના રજિસ્ટર બાનાખત નિકુલ બળદેવભાઈ દેસાઈએ કરી લીધો હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસને આપી હતી અને ખેડૂતે ખેતરમાં દવા છાંટવાની દવા ગટગટાવી લીધી હતી. જેમાં ૧૦૮ બોલાવીને સિવિલ ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે ફરિયાદીએ ફરિયાદમાં કોબા ગામના વિષ્ણુ સાંકાભાઈ રબારી, શેરથાના રોહિત ભરતભાઈ રબારી અને જમિયતપુરાના નિકુલ બળદેવભાઈ રબારી સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કલમો સાથે ગુનો ઈન્ફોસિટી પોલીસે દાખલ કર્યો હતો. ત્યારે આ બાબતની જાણ નિકુલ રબારીને થતા તેમણે આગોતરા જામીન મેળવવા તજવીજ કરેલ જે આગોતરા જામીન પણ મળ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર જામીન મળ્યા બાદ નામદાર કોર્ટે પોલીસમાં પોતાનો જવાબ લખાવવા ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ગયા હતાં. ત્યારે જગતસિંહ નામના કોન્સ્ટેબલે રિમાન્ડ પર નહીં લેવાના ૫ લાખ રૂપિયા માંગ્યા હોવાની લેખિતમાં ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસને કરી છે. જમીન વિવાદી કેસોમાં ડીજી કચેરીનો લેખિતમાં આદેશ છે કે આ કેસોમાં પોલીસે પડવું નહીં અને આ બાબતે જમીન પ્રકરણમાં કેસોમાં સરકારે સીટની રચના કરેલ છે. ત્યારે પણ ખાખીની કેફમાં ઘણીવાર ભાન ભૂલીને કાયદાની ઐસી તૈસી હોય તેમ કાયદાની ઉપરવટ જતાં હોય છે ત્યારે ૨૬-૩-૧૮ ના રોજ ઈન્ફોસિટી પોલીસમાં આ જગતસિંહ નામના કોન્સ્ટેબલ દ્વારા બેરહમીથી ઢોર માર મારવામાં આવ્યા બાદ બોથડ પદાર્થથી પણ ફટકારવામાં આવ્યા હતાં. નામદાર કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પોલીસની જવાબદારી હોઈ તેણે તપાસમાં દૂધનું દૂધ પાણીનું પાણી કે જે તપાસ હોય તેમાં ગતિવિધિ લાવવાની જરૂર છે પણ ૫ લાખ માંગીને અને ન આપતાં ઢોર માર મારવામાં આવે અને ન્યાયાલયનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તે પણ વ્યાજબી નથી. ખાખી વર્દીની આડમાં તોડફોડિયા પોલીસ કોન્સ્ટેબલ કે પછી પોલીસ વડા ગુના તે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કાયદાના નિયમોનુસાર પોલીસને મારવાની સત્તા નથી અને ઉચ્ચ ન્યાયાલયે આગોતરા જામીન આપ્યા હોય તો તેની જવાબ લઈને તમામ માહિતી એકત્ર કરીને કોર્ટને જાણ કરવી જાઈએ. કોબા ગામના ખેડૂત ફરીયાદી બાબુભાઈ પટેલ પોતે પોતાની નિવેદનમાં જણાવે છે કે લખાણ અને બાનાખત રજિસ્ટાર કચેરીમાં લઈ ગયા હતાં અને કરવામાં આવ્યું હતું પણ આ કચેરી શેની હતી તે મને ખબર નથી. તો રજિસ્ટાર કચેરીએ જ્યારે બાનાખત કરવામાં આવે ત્યારે પહેલાં ટોકન લેવું પડે છે અને જે અધિકારી હોય તે ત્યાં પૂછે છે કે તમે બાનાખત કરો છો, આ ખરીદનાર છે અને તમે વેચનાર છો તથા તમામ પાંસાઓ વિગતની ચકાસણી અને ચર્ચા થયા બાદ જ બાનાખતની આગળની કાર્યવાહી થાય છે ત્યારે આ ફરિયાદમાં કેટલું તથ્ય છે તે આવનારો સમય જ બતાવશે.

જમીનો, વાદ વિવાદી મિલકતો માટે અત્યારે સિટમાં ફરિયાદ કરવામાં આવે છે અને ઈન્ફોસિટી પોલીસ દ્વારા આગોતરા જામીન મળ્યા બાદ પણ આરોપીને બેરહેમીથી માર મારવામાં આવ્યો તે બાબતે ઉચ્ચ કક્ષાના સમાજના આગેવાનોએ પણ રજૂઆત કરી છે. ત્યારે બાનાખત કરવામાં આવે ત્યારે સીસીટીવી કેમેરાથી અઆ કચેરી સજ્જ છે અને આરોપીઓ સામેજે ફરિયાદ છે તો શું આરોપીઓ અપહરણ કરીને લઈ ગયાં આમના મોબાઈલથી લઈને કોમ્પ્યુટર યુગમાં તમામ પ્રકારની ખએડૂત હોય કે વેપારી તેને આ કચેરી શેની છે તે ખબર હતી જ અને બાનાખતની તપાસનો ઘમઘમાટ રજિસ્ટાર કચેરીના અધિકારીનો પણ જવાબ લેવો જોઈએ.