loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં આજે PM મોદી - નેતન્યાહુનો રોડ શો યોજાશે, ગાંધી આશ્રમની કરશે મુલાકાત


Foto

અમદાવાદમાં આજે PM મોદી - નેતન્યાહુનો રોડ શો યોજાશે, ગાંધી આશ્રમની કરશે મુલાકાત

Jan. 17, 2018, 10:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની મુલાકાતે આવશે. બંને દેશોનાં નેતાઓનાં અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશાર્મ સુધી રોડ શો પણ યોજાશે. ખુબ નજીકના ભવિષ્યમાં આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો રોડ શો યોજાઈ રહ્યો છે. આ અગાઉ જાપાનનાં વાદપર્ધન શિન્ઝો આબે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો. બંને દેશનાં વડાપ્રધાન આજે ઇન્ડો ઇઝરાયેલ એગ્રીકલ્ચર સેન્ટર પણ જશે. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે જાપાનનાં વડાપ્રધાને પોતાનાં ગુજરાત પ્રવાસ દરમિયાન પરંપરાગત ભારતીય કપડામાં નજર આવ્યાં હતાં તેજ રીતે નેતન્યાહુ પણ પોતાની પત્ની સાથે અહી ભારતીય પોશાકમાં નજરે ચડશે.

આ રોડ શો માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનાં માર્ગ પર ૪૦ થી વધુ મંચ બનાવવામાં આવ્યા છે. આ મંચો પર દેશનાં અલગ અલગ રાજ્યોનાં પારંપરિક નૃત્યો રજુ કરવામાં આવશે. આ દરમિયાન બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન કરતાં આગળ વધશે. ગુજરાતનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં જણાવ્યાં મુજબ બંને વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાંથી સીધા ગાંધી આશ્રમ જશે. રોડ શો બાદ બંને વડાપ્રધાન અમદાવાદથી ૫૦ કિલોમીટર દુર icreate સંસ્થાનું ઉદ્ઘાટન કરશે.