loader

Breaking News


Home > Gujarat > આજે સાંજે ત્રણ વાગ્યે હાર્દિક પટેલ કરશે પારણાં, જાણો વિગત


Foto

આજે સાંજે ત્રણ વાગ્યે હાર્દિક પટેલ કરશે પારણાં, જાણો વિગત

Sept. 12, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : યુવા પાટીદાર હાર્દિક પટેલે 19 દિવસથી ચાલી રહેલ આમરણ અનશન આજે ખતમ કરવાની જાહેરાત કરી હતી. પાસનાં જણાવ્યાં મુજબ પાટીદારોની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયાધામના નેતાઓ અનશન સ્થળે પહોંચ્યાં છે અને સાંજે 3 વાગ્યે નરેશ પટેલનાં હસ્તે પારણાં કરશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પાટીદાર અનામત અને ખેડુતોની દેવામાફીને લઈને 25 ઓગષ્ટથી ઉપવાસ શરુ કર્યા હતા.19 દિવસથી ઉપવાસ પર બેસી રહેલા હાર્દિક વજનમાં 20 કિલો ઘટાડો થયો છે અને તેમને બે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યો લલીત કાગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ, આશા પટેલ અને મહેશ પટેલ તેમને મળ્યા હતા. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મંગળવારે વિનંતી કરી હતી કે અનશનને સમાપ્ત કરે.