loader

Breaking News


Home > National > આજે હિન્દુસ્તાન BJP-RSS નું ગુલામ બની ગયું છે : રાહુલ ગાંધી


Foto

આજે હિન્દુસ્તાન BJP-RSS નું ગુલામ બની ગયું છે : રાહુલ ગાંધી

June 11, 2018, 4:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : 2019 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે કામ શરુ કરી દીધું છે. આજે કોંગ્રેસે ઓબીસી સંમેલન બોલાવ્યું હતું। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સંમેલનમાં જણાવ્યું હતું કે ભારત આજે ભાજપ અને સંઘનું ગુલામ બની ગયું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં ખેડૂતો કામ કરે છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના માટે કઈ પણ નથી કર્યું. રાહુલે જણાવ્યું હતું કે PM મોદીએ ફક્ત 15 ઉદ્યોગપતિઓના અઢી લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આજે દુનિયામાં જે કંઈપણ કંપનીઓ ચાલી રહી છે તે નાના લોકોએ જ બનાવી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે ભાજપના ચાર - પાંચ ઓબીસી સાંસદ મારી પાસે આવ્યા ત્યારે મેં તેમને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે અમારા જેવા બેવકૂફ કોઈ નથી. અમે જ તેમને પ્રધાનમંત્રી બનાવ્યા પરંતુ તેઓ જ હવે મારી વાત નથી સાંભળી રહયાં. આ સાંસદોએ જણાવ્યું હતું કે વાત ફક્ત સંઘની જ સાંભળાવામાં આવે છે.