loader

Breaking News


Home > National > આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, બપોર બાદ બંધ થઇ જશે દેશનાં મોટા મંદિરો


Foto

આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, બપોર બાદ બંધ થઇ જશે દેશનાં મોટા મંદિરો

July 27, 2018, 10:40 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ૨૧ મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ આજે જોવા મળશે તેની પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. ભારતમાં આજે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશભરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા માટે ઘણા બધા આયોજના કરવામાં આવ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં ચંદ્રગ્રહણની અસર મોદી રાત્રે ૧૦:૫૩ વાગ્યાથી જ અસર દેખાવવાની શરુ થઇ જશે.

ભારતમાં મોડી રાત્રે ચંદ્રગ્રહણની અસર દેખાવવી શરુ થઇ જશે. ધીમે ધીમે ચંદ્રનો રંગ લાલ થતો જશે અને એક સમય એવો આવશે કે ચંદ્ર સમગ્ર રીતે ગાયબ થઇ જશે. ચંદ્રગ્રહણને કારણે દેશભરનાં ઘણાં મોટા મંદિરો બપોર બાદ બંધ થઇ જશે. હરિદ્વાર, વારાણસી અને અલ્હાબાદમાં રોજ સાંજે થતી ગંગા આરતી પણ બપોરે થશે. ચંદ્રગ્રહણને કારણે બપોરે એક વાગ્યે ગંગા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવશે. દેશનાં મોટા મંદિરોમાં બપોરે બે વાગ્યા બાદ દર્શન નહી કરી શકે.