loader

Breaking News


Home > National > આજથી PM મોદી બે દિવસીય નેપાળનાં પ્રવાસે, અયોધ્યા માટે બસ સેવા શરુ કરશે


Foto

આજથી PM મોદી બે દિવસીય નેપાળનાં પ્રવાસે, અયોધ્યા માટે બસ સેવા શરુ કરશે

May 11, 2018, 10:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પાડોશી દેશ નેપાળ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રીની આ મુલકાત બે દિવસની રહેશે. પોતાના પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી જનકપુરના જાનકી મંદિરમાં પૂજા - અર્ચના કરીને કરશે. તમને જણાવીએ દઈએ કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો આ ત્રીજો નેપાળ પ્રવાસ છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય પ્રધાનમંત્રીની મુલાકાત ગયા મહીને નેપાળી PM કેપી શર્મા ઓળીના પછી યોજાઈ રહી છે. ઓલી ફેબ્રુઆરીમાં પદ સંભાળ્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં ભારત આવ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જનકપુર - અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી બતાવશે.

નેપાળ રવાના થયા પહેલા પ્રધાનમંત્રીએ ગઈકાલે એક નિવેદન પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ભારત નેપાળ સાથેનાં દોસ્તીભર્યા સંબધોને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે.