loader

Breaking News


Home > National > આજે લોકો શિક્ષિત પૂર્વ પીએમ મનમોહનસિંહને મીસ કરી રહ્યા છેઃ અરવિંદ કેજરીવાલ


Foto

આજે લોકો શિક્ષિત પૂર્વ પીએમ મનમોહનસિંહને મીસ કરી રહ્યા છેઃ અરવિંદ કેજરીવાલ

June 1, 2018, 10:43 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી :દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને યાદ કરતા તાજેતરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરી છે. તેમણે કહ્યુ કે, આજે લોકો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જેવા શિક્ષિત પીએમને મીસ કરી રહ્યા છે.



અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર પીએમ મોદી પર કટાક્ષ કરતા લખ્યુ, આજે દેશની જનતા મનમોહન જેવા શિક્ષિત વડાપ્રધાનને મીસ કરી રહી છે. તેમણે વધુમાં લખ્યુ કે, પીએમ તો ભણેલો જ હોવો જોઇએ. અહી અરવિંદ કેજરીવાલ જનતાની મનોદશા વિશે જણાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલનો આ કટાક્ષ પીએમ મોદી પર હોવાના ઘણા કારણો છે, મોદી સરકાર દ્વારા પૂર્વ વિચારણા વિના લેવામાં આવેલા ઘણા નિર્ણયો દેશની જનતાને આજે મોંઘવારી તરફ ધસી રહ્યા છે. નોટબંદી જેવા મોટા નિર્ણયને પીએમ મોદી દ્વારા જે રીતે લાગુ કરવામાં આવ્યુ તે આજે પણ લોકોનાં આર્થિક જીવનશૈલીને નજતરરૂપ બની રહ્યુ છે. બીજી તરફ દુનિયામાં આવેલી મંદી જેની અસર ભારતમાં ન આવે તે માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સફળ રહ્યા હતા.