loader

Breaking News


Home > National > આજે ગરીબોને મળી રહી છે સસ્તી દવાઓ : PM મોદી


Foto

આજે ગરીબોને મળી રહી છે સસ્તી દવાઓ : PM મોદી

June 7, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકો સાથે નમો એપની મદદથી સીધો સંવાદ કરી રહ્યા છે. નમો એપ દ્વારા આજે તેઓએ ભારતીય જનઔષધી પરિયોજનાનાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન PM મોદીએ હેલ્થકેર સેક્ટરમાં કરવામાં આવેલ સરકારનાં કામ પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર હેલ્થકેર સેકટરમાં મિશન મોડ પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકાર દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત યોજના લાવી રહી છે. લોકો તેણે મોદી કેયર પણ કહી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે કોઇપણ બીમારીમાં ગરીબોને સૌથી મોટી ચિંતા દવાની હોય છે, અમારી સરકાર લોકોને સસ્તાભાવે દવા ઉપલબ્ધ કરાવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ ૩૦૦૦ થી વધુ જનઔષધી કેન્દ્ર ખુલી ગયા છે જ્યાં ૭૦૦ થી વધુ દવાઓ મળે છે.