loader

Breaking News


Home > National > આજે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી, ચીનનાં રસ્તે શરુ કરશે યાત્રા


Foto

આજે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી, ચીનનાં રસ્તે શરુ કરશે યાત્રા

Aug. 31, 2018, 11:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે ચાર દિવસની કૈલાશ માનસરોવર યાત્રા પર જવા રવાના થશે. ખાસ વાત તે છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાળનાં નહી પરંતુ ચીનનાં રસ્તે કરશે. મળતી માહિતી મુજબ તેમની ધાર્મિક યાત્રા ૧૨ દિવસોની હશે તેમજ તેઓ ૧૨ સપ્ટેમ્બરે યાત્રા ખત્મ કરીને પરત આવશે. તમને જણાવી દઈએ કે એપ્રિલ ૨૦૧૮ માં કર્ણાટકમાં એક ચુંટણી સભા દરમિયાન રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવર યાત્રા ર જવાની જાહેરાત કરી હતી. તેઓએ આ ત્યારે કહ્યું હતું કે કર્ણાટક વિધાનસભા ચુંટણી બાદ તેઓ રજા લઈને કૈલાશ માનસરોવર યાત્રા પર જશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ચુંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ખુદને જનોઈધારી હિંદુ અને શિવભક્ત ગણાવ્યાં હતા. તેઓ રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. ચુંટણીની આ સિઝનમાં રાહુલ ગાંધીની આ કૈલાશ માનસરોવર યાત્રાને સોફ્ટ હિન્દુત્વની તરફ કોંગ્રેસ ઝુકી રહી છે તેમ માનવામાં આવી રહ્યું છે.