loader

Breaking News


Home > National > આજથી કર્ણાટકમાં PM મોદીનો ઝંઝાવાતી ચુંટણી પ્રચાર શરુ, આજે ત્રણ રેલીનું આયોજન


Foto

આજથી કર્ણાટકમાં PM મોદીનો ઝંઝાવાતી ચુંટણી પ્રચાર શરુ, આજે ત્રણ રેલીનું આયોજન

May 1, 2018, 10:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્ણાટક : કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીની તારીખ હવે નજીક આવી રહી છે. દરેક પાર્ટી ચુંટણી જીતવાની ભરપુર કોશિશ કરી રહી છે. આજે કર્ણાટકનાં ચુંટણી જંગમાં પ્રધાનમંત્રી મોદી ઉતર્યા છે. વડપ્રધાન મોદી કર્ણાટકમાં આજથી પોતાના ચુંટણી પ્રચારની શરૂઆત કરશે.

તેઓ કોંગ્રેસને સત્તાસ્થાનેથી દુર કરવા તેમજ બીજી વખત રાજ્યમાં સરકાર બનાવવા ભાજપની કોશિશોને મજબૂતી પ્રદાન કરશે. મોદી આજે ત્રણ રેલી કરશે. વધુમાં તેઓ ઉડુપીમાં એક રેલી કરશે તેમજ કૃષ્ણ મઠ જઈને આશીર્વાદ પણ લેશે. ઉડુપીનાં AGM કોલેજ ગ્રાઉન્ડમાં ૩ વાગ્યે રેલીને સંબોધન કરશે. ઉદુપીની જનસભાને સંબોધિત કર્યા બાદ PM મોદી ઉત્તર કર્ણાટક ક્ષેત્રનાં બેલ્ગામી જશે. ઉત્તર કર્ણાટકને ભાજપનો ગઢ કહેવામાં આવે છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી બેલગામીમાં મોટી રેલીને સંબોધિત કરશે. ભાજપનાં રણનીતિકારોનું માનવું છે કે PM મોદીની રેલીઓ બાદ કર્ણાટકની રાજકીય સ્થિતિમાં ઘણો સુધારો થશે.