loader

Breaking News


Home > National > કર્ણાટકમાં આજે રેલીઓનો મહાસંગ્રામ, મોદી - રાહુલ- યોગી યોજશે જનસભાઓ


Foto

કર્ણાટકમાં આજે રેલીઓનો મહાસંગ્રામ, મોદી - રાહુલ- યોગી યોજશે જનસભાઓ

May 3, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક વિધાનસભા ચુંટણીનો જંગ હવે તેના આખરી તબક્કામાં પ્રવેશી ચુક્યો છે. આજે કર્ણાટકમાં રેલીઓનો મહાસંગ્રામ યોજાવવાનો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કર્ણાટકમાં પ્રચાર કરશે. આ પ્રથમ વખત બનશે કે જયારે એક જ દિવસે મોદી - યોગી - રાહુલ કર્ણાટકમાં પ્રચાર કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે કર્ણાટકનાં ગુલબર્ગા, બેલ્લારી અને બેંગ્લોરમાં રેલી સંબોધિત કરશે. નોર્થ કર્ણાટકમાં રેલી કરી રહેલા નરેન્દ્ર મોદીની નજર લિંગાયત સમુદાયને મનાવવાની રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટકનો આઠમો પ્રવાસ શરુ કરશે. આ પ્રવાસ રાજ્યમાં ૧૨ મે નાં રોજ યોજાનાર વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને રહેશે. બે દિવસીય કર્ણાટક પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી બીદર જીલ્લાનાં ઔરદ, ભાલ્કી અને હુમનાબાદ વિસ્તારમાં સભા કરશે.