loader

Breaking News


Home > National > આજે ભારત આવશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, એસ - 400 રક્ષા સોદા પર થઇ શકે સમજૂતી


Foto

આજે ભારત આવશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, એસ - 400 રક્ષા સોદા પર થઇ શકે સમજૂતી

Oct. 4, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન આજથી બે દિવસની ભારત યાત્રા પર છે. આ દરમિયાન રશિયા સાથે એસ-400 વાયુ પ્રતિરક્ષા સોદા પર સમજૂતી પણ થઇ શકે છે. પુતિન પોતાની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક ભારત - રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને નેતા ઈરાન પર અમેરિકી પ્રતિબંધને નજરમાં રાખીને કાચા તેલની સ્થિતિ સહીત અલગ અલગ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.

19 માં ભારત - રશિયા શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ રશિયન રક્ષા કંપનીઓ પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધ પર દ્વિપક્ષીય રક્ષા સબંધોની સમીક્ષા પણ કરી શકે છે. પુતિનની ભારત યાત્રા દરમિયાન મુખ્ય મુદ્દો એસ - 400 વાયુ પ્રતિરક્ષા પ્રણાલી સમજૂતી પર કેન્દ્રિત રહેશે.