loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે ત્રીજો દિવસ, મમતા બેનર્જીએ મોકલેલ રાખડી બાંધી


Foto

હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે ત્રીજો દિવસ, મમતા બેનર્જીએ મોકલેલ રાખડી બાંધી

Aug. 27, 2018, 11:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : હાર્દિક પટેલના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ગઈકાલે પશ્ચિમ બંગાળ સરકારનો એક ડેલિગેશન હાર્દિક પટેલના સમર્થનમાં તેના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ ડેલિગેશન સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હાર્દિક પટેલ માટે રાખડી મોકલી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રક્ષાબંધન નિમિત્તે હાર્દિક પટેલને રાખડી બાંધો બાંધવા આવનાર 3500થી વધુ બહેનોને રાજ્યની પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી.

આ ઉપરાંત ગઈકાલે હાર્દિક પટેલનું બ્લડપ્રેશર પણ ચેક કરવામાં આવ્યું હતું. ઉપવાસના ત્રીજા દિવસે પણ હાર્દિક પટેલના સમર્થકો સતત તેના નિવાસસ્થાને આવી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા તે લોકોને અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે જો હાર્દિક પટેલને સમર્થન નથી તો શું કામ રાજ્યની ભાજપ સરકાર તેના શ્વાસ ને મંજૂરી આપતા અટકાવે છે. હાર્દિક પટેલનાં ઉપવાસને કોંગ્રેસ તેમજ વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું છે.