loader

Breaking News


Home > National > આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી


Foto

આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી

Nov. 3, 2018, 3:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમા ંપણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવમાં ફેરફાર પર તમામની નજર છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૬ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જોવા મળી શકે છે.

ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી.પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત નરમી જાવા મળી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં નરમીના પરિણામ સ્વરુપે તેલની માંગ પણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં મુખ્ય તેલ ઉત્પાદકો દ્વારા તેલના પુરવઠાને વધારવાથી કિંમતો ઉપર દબાણ આવ્યું છે. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે.