loader

Breaking News


Home > National > આજે ચાર રાજ્યોમાં નીકળશે વાજપેયીની અસ્થિ કળશ યાત્રા


Foto

આજે ચાર રાજ્યોમાં નીકળશે વાજપેયીની અસ્થિ કળશ યાત્રા

Aug. 21, 2018, 10:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં નિધનને એક અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે. ત્યારબાદ ઘણા શહેરોમાં તેમની અસ્થિ કળશ યાત્રા નીકાળવામાં આવશે. આજે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીની અસ્થિ કળશ યાત્રાને ચાર રાજ્યોમાં નીકાળવામાં આવશે. મંગળવારે પટના, રાંચી, ભોપાલ અને રાયપુરમાં અસ્થિઓને પ્રવાહિત કરવામાં આવશે.

બિહારનાં પટનામાં જયારે અટલ બિહારી વાજપેયીની અસ્થિ વિસર્જન થશે ત્યારે બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી સહીત અન્ય નેતાઓ પણ હાજર રહેશે. બીજી બાજુ ભોપાલમાં પણ આપ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે.

તમને જણાવી દઈએ કે ૧૯ ઓગષ્ટનાં રોજ ઉત્તરાખંડ નાં હરિદ્વારમાં અટલ બિહારી વાજપેયીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ દરમિયાન અમિત શાહ તેમજ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતા.