loader

Breaking News


Home > National > આજે સમગ્ર દેશભરમાં ઉલ્લાસભેર દિવાળી પર્વ ઉજવાશે


Foto

આજે સમગ્ર દેશભરમાં ઉલ્લાસભેર દિવાળી પર્વ ઉજવાશે

Nov. 7, 2018, 5:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દેશભરમાં દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દિવાળીના પર્વની સવારે શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મંદિરોમાં ખાસ પુજા કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકો સવાર પડતાની સાથે જ ફટાકડા ફોટીને ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળી૨૦૧૮ પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી છે.રાષ્ટ્રપતિએ ટ્‌વીટર મારફતે શુભકામના આપી છે. અન્યો પ્રત્યે સવેદનશીલ બનવા પણ લોકોને અપીલ કરી છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભકામના આપી છે. મેસેજ રિડિગ સાથે એક ફોટો પણ મોદીએ મુક્યો છે. દિવાળી પર્વની ભારતની સાથે સાથે મલેશિયા, મોરિશિયસ અને પાકિસ્તાનમા ંપણ ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવી રહી છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવતા આ પર્વને લઇને લોકો અને ખાસ કરીને બાળકો વધારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જાડાયેલો છે. દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે.