loader

Breaking News


Home > National > આજે યેદિયુરપ્પાની અગ્નિપરીક્ષા, ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ રહે તો છોડવી પડશે ખુરશી


Foto

આજે યેદિયુરપ્પાની અગ્નિપરીક્ષા, ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ રહે તો છોડવી પડશે ખુરશી

May 19, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં આજે બી.એસ. યેદિયુરપ્પાની અગ્નિ પરીક્ષા લેવાશે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે ૪ વાગ્યે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. જો તેઓ આ ફ્લોર ટેસ્ટમાં સફળ થશે તો મુખ્યમંત્રી પદની ખુરશી સાચવી શકશે નહિ તો મુખ્યમંત્રી બનવાનો મોકો જેડીએસનાં કુમારસ્વામીને મળશે.

ઉલ્લેખનીય છે કે ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે ભાજપ પાસે ૭ ધારાસભ્યોની ઘટ છે પરંતુ તેઓ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવાનો દાવો કરી રહ્યાં છે. બીજી બાજુ હૈદરાબાદથી કોંગ્રેસ અને જેડીએસ ધારાસભ્યો બસમાં બેસી બેંગ્લોર આવવા રવાના થઇ ગયા છે તેમજ હવે કર્ણાટકની સીમામાં પ્રવેશી ગયા છે.