loader

Breaking News


Home > National > આજે થઇ શકે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત


Foto

આજે થઇ શકે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત

Oct. 6, 2018, 11:20 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આયોગે બપોરે 12 : 30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં તેની જાહેરાત થઇ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મીઝોરમમાં આ વર્ષે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઇ શકે છે. જો કે તેલંગાણાને લઈને પણ ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે કેમ કે ત્યાં વિધાનસભા ભંગ થઇ ગઈ છે.

આ પહેલા સૂચના હતી કે સોમવારે અથવા મંગળવારે આ મુદ્દે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી શકે છે અને તારીખોની જાહેરાત કરી શકે છે જો કે આજે ચૂંટણી પંચે અચાનક પ્રેસ બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા મોટા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જયારે મિઝોરમમાં કોંગ્રેસ સત્તામાં છે.