loader

Breaking News


Home > Sports > આજે પ્રથમ વન ડે: ભારત જીતના લક્ષ્ય સાથે ઊતરશે


Foto

આજે પ્રથમ વન ડે: ભારત જીતના લક્ષ્ય સાથે ઊતરશે

Feb. 1, 2018, 12:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ડરબન: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી હાર બાદ આખરી શ્રેણીમાં નાટકીય જીત મેળવીને ટીમ ઈન્ડીયા આજથી દ.આફિકામાં શરુ થઇ રહેલી છ વનડે સિરીઝમાં ઉતરશે.ત્યારે તેનું લક્ષ્ય વિજય સાથે શુભારંભ કરવાનો રહેશે ભારતે આ સ્થળે ૧૯૯૨-૯૩થી અત્યાર સુધી સાત મેંચ રમી છે જે પૈકી છમાં હાર મળી છે અને એકનું પરિણામ નથી આવ્યું ભારત ક્યારેય સાઉથ આફ્રિકાની ભૂમિ પર વનડે શ્રેણી જીતી શક્યું નથી.હવે કેપ્ટન કોહલી અને રવિ શાસ્ત્રીની જોડી ભારતીય ચાહકોને આ નાલોશીભયો રેકોર્ડ તોડીને વિજયની ભેટ આપેછે કે નહિ તે જોવાનું રહેશે.જોકે ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની સાથે વન-ડે નાં સ્પેશયાલીસ્ટ ખેલાડીયો ટીમની સાથે જોડાઈ ગયા છે, અને જીત માટે આતુર છે.છેલ્લા બે વર્ષમાં ભારતે એકેય દ્રીપક્ષીય સીરીઝ ગુમાવી નથી.પરંતુ સાઉથ આફિકા સામે રમવું એક અલગ બાબત છે.સાઉથ આફિકા પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા પ્રયાસ કરશે.ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ વાગ્યથી મેચનો પ્રારંભ થશે.

બેટ્સમેન ડ્યુમીના મતે છેલ્લી ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ વન-ડે માં ઘણી મજબૂત છે અને તેમના ખેલાડીઓ આ ફોર્મેટમાં વિશ્વની કોઈ પણ પરીસ્થિતિમાં સારો દેખાવ કરે છે.ટેસ્ટમાં બંને ટીમોને બેટિંગમાં સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ વન ડેમાં પિચ બેસ્ટ્મેનોને મદદ કરતી જોવાં મળશે.જેને કારણે મેચ ઉંચા સ્કોરવાળી જોવા મળશે.વનડેમાં બગીદારી મહત્વપુર્ણ હોયછે, જેનાથી જીતવાની શક્યતા વધી જાયછે.