loader

Breaking News


Home > Bollywood > આજે વર્લ્ડ કેંન્સર ડેમાં જાણો બોલિવુડનાં કયા સ્ટાર પર હાવી થયો કેંન્સર અને કોણે કેંન્સરને આપી માત?


Foto

આજે વર્લ્ડ કેંન્સર ડેમાં જાણો બોલિવુડનાં કયા સ્ટાર પર હાવી થયો કેંન્સર અને કોણે કેંન્સરને આપી માત?

Feb. 3, 2018, 5:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સદીની સૌથી ઘાતક બિમારી એટલે કે કેંન્સર જેનાથી દુનિયાનાં ધનિક થી પણ ધનિક લોકો બચી ન શક્યા. આ બિમારીએ બોલીવુડ થી લઇને હોલીવુડનાં મેઘા સ્ટારને પણ પોતાનો શિકાર બનાવ્યો છે. જો કે ઘણા આ જંગને જીતી ગયા અને ઘણા દુનિયા છોડી ગયા.







આજે દુનિયામાં કેંન્સરથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 65 વર્ષ થી 84 વર્ષની આયુ ધરાવતા લોકોમાં કેંન્સર હોવાના લક્ષણો વધુ જોવામાં આવ્યા છે. કેંન્સરથી બોલીવુડનાં પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના પણ બચી ન શક્યા. તેમણે આનંદ ફિલ્મમાં એક કેંન્સર પીડીત યુવકનો અભિનય કર્યો હતો અને વાસ્તવિક જીવનમાં પણ તેમના મૃત્યુનું કારણ કેંન્સર જ બન્યુ હતુ. તે સિવાય બોલીવુડનાં ઘણા એવા સ્ટાર છે જેમણે કેંન્સરને માત આપી છે. જેમાં એક નામ અનુરાગ બાસુનું છે, જેમણે બર્ફી, ગૈંગસ્ટર, મર્ડર જેવી ફિલ્મોમાં ડાયરેક્શન આપી પોતાની ઓળખ બોલીવુડમાં આપી હતી. તેમને 2004માં બ્લડ કેંન્સર થયો હતો. અમુરાગને ડોક્ટરે 3 થી 4 મહિનાનો સમય આપ્યો હતો અને કહ્યુ હતુ કે તમારા જીવનનાં આ બચેલા ઓછા સમયને દિલ ખોલીને જીવી લો. પરંતુ તેમણે આ બિમારી સાથે લડીને તેને હરાવી છે. જો કે તે જ નહી બોલીવુડમાં આ પહેલા મુમતાજ, જે 70ના દાયકાની સૌથી સારી અભિનેત્રી કહેવાતી હતી. તેણે પણ કેંન્સરને માત આપી જંગ જીતી હતી. આ સિવાય મનીષા કોઇરાલા અને લીજા રે પણ કેંન્સરને માત આપી ચૂક્યા છે.

Image result for cancer graph in 2017-18