loader

Breaking News


Home > Gujarat > શૌચાલય કૌભાંડમાં ૬૭૫૨ શૌચાલયની વર્કઓર્ડર અપાયો, ૩૩૫૪ જ બનાવ્યાં


Foto

શૌચાલય કૌભાંડમાં ૬૭૫૨ શૌચાલયની વર્કઓર્ડર અપાયો, ૩૩૫૪ જ બનાવ્યાં

March 28, 2018, 2:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભાજપના રાજમાં ખાતો નથી અને ખાવા દેતો નથીના જારશોરથી સુત્રો પોકારવામાં આવે છે, તો બીજીતરફ અધિકારીઓ અને રાજકારણીઓ ભેગા મળીને વિવિધ સરકારી યોજનામાં કરોડો રૃપિયા ચાંઊ કરી જાય છે. દેવભૂમિ દ્રારકા જિલ્લાના ઓખામાં ૬૭૫૨ શૌચાલય બનાવવાને બદલે ૩૩૫૪ શૌચાલય બનાવીને અધિકારીઓએ રૃ. ૨.૭૫ કરોડના ખોટા બિલો મંજુર કરાવ્યા હતા.

આ અંગે એસીબીએ ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાત સંસ્થાના હોદ્દેદારો સહિત ૧૯ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ કેસની વિગત મુજબ ઓખા નગરપાલિકા વિસ્તારમાં ૨૦૧૪-૧૫ માં ગુજરાત સરકાર દ્રારા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત રાજ્યના શહેરોને જાહેરમાં શૌચાલયથી મુક્ત બનાવવા નિર્મળ ગુજરાત વ્યક્તિગત શૌચાલય હેઠળ નગરપાલિકાઓ દ્રારા કુલ ૨૧૬ સ્વૈચ્છીક સંસ્થાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે નગરપાલિકાઓને મોકલી આપવામાં આવી હતી. જે મુજબ ઓખા નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૪-૧૫ નાં વર્ષમાં કુલ ૭ સ્વૈચ્છિક સંસ્થાઓને ૬૭૫૨ શૌચૈલય બાંધવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જાકે આ સંસ્થાઓ દ્રારા કુલ ૩૩૫૪ શૌચાલયો સરકારના નિયમ અને ડિઝાઈન મુજબ બનાવ્યા ન હતા. ઊપરાંત અરજદારો પાસેથી ખોટા પ્રમાણપત્રો મેળવીને તથા એન્જીનીયરો દ્વારા ખોટા ચેકલિસ્ટ બનાવી રૃ. ૨,૭૫,૦૦,૬૦૦ ના બિલ નગરપાલિકામાં મંજુર કરાવ્યા હતા.

આમ તત્કાલીન ચીફ ઓફિસર તથા પ્રમુખોએ સંસ્થાઓને આર્થિક લાભ કરાવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ અંગે માર્ચ ૨૦૧૭ માં અમદાવાદ એસીબીને બે અરજી મળી હતી. આ બન્ને અરજીમાં શૌચાલય બાંધવા અંગે ગંભીર આક્ષેપો કરાયેલા હતા. આથી અમદાવાદ એસીબીએ દેવભૂમી દ્રારકા એસીબીને તપાસ કરવા જણાવાયું હતું.