loader

Breaking News


Home > Gujarat > આવતીકાલે અમદાવાદમાં નીકળશે રથયાત્રા, ઈઝરાયેલી ડ્રોન કરશે સુરક્ષા


Foto

આવતીકાલે અમદાવાદમાં નીકળશે રથયાત્રા, ઈઝરાયેલી ડ્રોન કરશે સુરક્ષા

July 13, 2018, 2:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : આવતીકાલે અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાની સુરક્ષા આ વખતે ઈઝરાયેલી ડ્રોન કરશે. શનિવારે નીકળનાર આ રથયાત્રા માટે હાઈટેક સાધન સરંજામ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા માટે એક હજાર પોલીસ અધિકારીઓ અને ૨૫ હજાર જવાનો તૈનાત રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં ૧૬૪ રથયાત્રાઓ નીકળશે જેમાં ૧૮ ને સંવેદનશીલ માનવામાં આવી રહી છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇઝરાયેલ યાત્રા દરમિયાન ઇઝરાયેલ એરો સ્પેસ કંપનીએ રથયાત્રામાં ડ્રોનથી સુરક્ષા કરવામાં રસ દાખવ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકારનાં ગૃહ મંત્રાલયે તેને મંજુરી આપી હતી. અમદાવાદની રથયાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાનના રથ આગળ સોનાનાં ઝાડુથી વાળીને પહિંદવિધિ કરશે.