loader

Breaking News


Home > National > આવતીકાલે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીને લઈને સમગ્ર તૈયારીઓ પૂર્ણ


Foto

આવતીકાલે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીને લઈને સમગ્ર તૈયારીઓ પૂર્ણ

Aug. 14, 2018, 5:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે. ઉજવણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દેશના કરોડો લોકો દેશભક્તિના રંગમાં પહેલાથી જ રંગાઇ ચુક્યા છે. દેશના તમામ રાજ્યો ભવ્ય ઉજળણી કરવા માટેની તૈયારી કરી ચુક્યા છે. અભૂતૂપર્વ સુરક્ષા અને દેશભક્તિના માહોલમાં આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે.

આ વખતે સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના પાંચમા ઐતિહાસિક સંબોધનને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મોદીને લાલ કિલ્લા પરથી સાંભળવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મોદીના ભાષણની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. મોદી જ્યારે ભાષણ કરશે ત્યારે આશરે ૧૦૦૦૦ લોકો હાજર રહેશે.હાલમાં સુરક્ષા સંસ્થાઓ સંપૂર્ણપણે સાવધાન છે. વડાપ્રધાનના આવાસથી લઇને લાલ કિલ્લા સુધી લોંખડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ભાષણ દરમિયાન પ્રથમ વખત એમઆઇ-૧૭ હેલિકોપ્ટર તૈનાત રાખવામાં આવનાર છે. આ ઉપરાંત એન્ટી વાયુ સેના હિંડન એરબસ પણ કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે તૈયાર છે. હજુ સુધી સ્વતંત્રતા દિવસના પ્રસંગે માત્ર એમઆઇ-૩૫ તૈનાત કરવામાં આવતા હતા પરંતુ આ વખતે અતિ આધુનિક હથિયારો સાથે સજ્જ એમઆઇ-૧૭ પણ તૈનાત રહેશે. ઉંચી ઇમારતો પર એન્ટી એરક્રાફ્ટ ગન ગોઠવી દેવામાં આવી છે.