loader

Breaking News


Home > Gujarat > SC - ST પર થતાં અત્યાચારને સાંખી નહી લેવાય : વિજય રૂપાણી


Foto

SC - ST પર થતાં અત્યાચારને સાંખી નહી લેવાય : વિજય રૂપાણી

Oct. 24, 2018, 4:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરમાં સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજીક સમરસ્તાને વિકાસનો પાયો ગણાવી હુંકાર કરતાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિજનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પર વિશેષ ધ્યાન આપી તેમને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તે માટે તાલુકા કક્ષાથી રાજ્ય સ્તરીય સુધી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરીંગ રાજ્ય સરકારની પ્રથમ ફરજ છે. રાજયમાં એસસી-એસટી પરના અત્યાચાર કે રંજાડગતિને કોઇપણ સંજાગોમાં સાંખી લેવાશે નહી.

મુખ્યમંત્રીએ પોતાના વકતવ્યમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં ભોગ બનેલા વ્યકિતઓને પાછલા બે વર્ષમાં રૂ. ૩૩ કરોડની સહાય રાજય સરકાર દ્વારા ચુકવાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા અને રામસિંહ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચાર કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાની નથી. આવા અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય- સુરક્ષા મળે તે સરકારની પ્રતિબધ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આવા અત્યાચારોના કિસ્સામાં કન્વીકશન અને દંડ એ બે પેરામીટર્સ હોય છે તેનો વધુ ચુસ્તતા અને સખ્તાઇથી અમલ કરીને અત્યાચારોના કિસ્સામાં કન્વીકશન રેટ-સજાનો દર વધે તથા દોષીતોને સખત સજા દંડ થાય તે માટે સંબંધિત વિભાગો યોગ્ય પ્રબંધન ગોઠવે.