loader

Breaking News


Home > National > ચીન વિરુદ્ધ ભારતે શરુ કર્યું ટ્રેડ વોર, બીજીંગે ગણાવ્યું ખતરનાક


Foto

ચીન વિરુદ્ધ ભારતે શરુ કર્યું ટ્રેડ વોર, બીજીંગે ગણાવ્યું ખતરનાક

July 21, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચીનનાં વિરુદ્ધ અમેરીકાનાં ટ્રેડ વોરમાં દુનિયાભરનાં ઘણા દેશ સામેલ થઇ ગયા છે. ચીનનાં વિરુદ્ધ ભારતનાં ટ્રેડ વોર વિરુદ્ધ શરુ કરવા પર હવે ચીને ચેતવણી આપી હતી. ચીનની સરકારનાં મુખપત્ર તરીકે ઓળખાનારા અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે ટ્રેન્ડ વોરમાં અમેરિકાની સાથે ભારત જોડાય તો તેના માટે જોખમી પગલું ગણાશે.

ચીની સરકારી અખબારમાં છપાયેલ એક સંપાદકીયમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ચીન વિરુદ્ધ સંરક્ષણવાદી નીતિઓ અપનાવીને અમેરિકાની રાહ પર આગળ વધતું દેખાઈ રહ્યું છે. સંભવ છે કે ભારત ટ્રેન્ડ ચર્ચા પહેલા અમેરિકાને ખુશ કરવાની કોશિશ કરી રહ્યું હોય અથવા ભારત બંને દેશો વચ્ચે વ્યાપાર અસંતુલનનાં મુદ્દા પર પણ ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહ્યુ હોય.