loader

Breaking News


Home > National > ભારે વરસાદમાં પણ ટ્રાફિક પોલીસ ફરજ બજાવતો જોવા મળ્યો, વીડિયો થયો વાયરલ


Foto

ભારે વરસાદમાં પણ ટ્રાફિક પોલીસ ફરજ બજાવતો જોવા મળ્યો, વીડિયો થયો વાયરલ

June 9, 2018, 1:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : માયાનગરી કહેવાતી મુંબઇમાં વરસાદનાં આગમન થઇ ગયુ છે. ભારે વરસાદથી મુંબઇનાં લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદથી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા એક ટ્રાફિક પોલીસકર્મી ઓન ડ્યુટી ફરજ બજાવી રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.



આ ટ્રાફિક પોલીસકર્મીનું નામ નંદકુમાર ઇંગલે છે, જેની ઉંમર ૪૭ વર્ષ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ભારે વરસાદ વચ્ચે તે પોલીસકર્મી ટ્રાફિકની સમસ્યા ન ઉભી થાય તે માટે અઢી કલાક સુધી ફરજ બજાવતો રહ્યો. ટ્રાફિક પોલીસકર્મી અકુલી રોડ પર ડ્યુટી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે રેઇનકોટ કે છત્રીનો પણ ઉપયોગ નહતો કર્યો. સોશિયલ મીડિયામાં ટ્રાફિક પોલીસકર્મીનો ભારે વરસાદ વચ્ચે ફરજ બજાવતો વીડિયોને લોકો પ્રસંસનીય ગણાવી રહ્યા છે.