loader

Breaking News


Home > National > રાવણ દહન જોવા આવેલા લોકો પર ટ્રેન ફરી વળી, અકસ્માત બાદ મચી હાહાકાર


Foto

રાવણ દહન જોવા આવેલા લોકો પર ટ્રેન ફરી વળી, અકસ્માત બાદ મચી હાહાકાર

Oct. 21, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ચંદીગઢ : પંજાબનાં અમૃતસર નજીક ટ્રેન અકસ્માત થયા બાદ ભારે હાહાકાર મચી ગયો હતો. ચારેબાજુ લાશો નજરે પડી રહી હતી. ચારેબાજુ ભાગતા લોકો દેખાયા હતા. પોતાના સગા સંબંધીને અન્યો હતાશામાં જોઇ રહ્યા હતા અને શોધી રહ્યા હતા. દુર દુર સુધી ચીસો સંભળાઇ રહી હતી. ફટાકડાનાં અવાજ વચ્ચે થોડાક સમયમાં જ માતમ છવાઇ ગયો હતો.



મોત બનીને ટ્રેન લોકોનાં ઉપરથી પસાર થઇ ગઇ હતી. મિનિટોનાં ગાળામાં જ કેટલીક જિંન્દગી ખતમ થઇ ગઇ હતી. ઘટનાસ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાઇ ગયા હતા. કેટલાક લોકોએ કહ્યુ હતુ કે બે ટ્રેનોની અડફેટે લોકો આવી ગયા છે. જો કે આ અહેવાલને સીપીઆરઓ દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. અધિકારીઓનાં કહેવા મુજબ એ ક્ષેત્રમાં એક ટ્રેન પસાર થઇ હતી. પંજાબ સરકાર અને સંબંધિત વિભાગમાં પણ આઘાતનું મોજુ ફરી વળ્યુ છે. ઉત્તરીય રેલવેનાં સીપીઆરઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે પુતળુ ૭૦-૮૦ મીટરનું બનાવવામાં આવ્યુ હતુ. આગ લગાવી દીધા બાદ જ્યારે પુતળુ પડ્યુ ત્યારે ઉપસ્થિત લોકો પૈકી ઘણા લોકો પોતાને બચાવવા માટે રેલવે ટ્રેક પર દોડ પડ્યા હતા. એજ વખતે ટ્રેન પુર ઝડપે અહીંથી પસાર થઇ રહી હતી. જેથી લોકો મોટી સંખ્યામાં ટ્રેનની અડફેટે આવી ગયા હતા. પંજાબનાં અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૭૧ ઉપર પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. જૈ પૈકી કેટલાક ગંભીર છે. મોતનો આંકડો વધી શકે છે. ટ્રેન અકસ્માતનાં મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ કરવામાં આવી ચુક્યો છે.