loader

Breaking News


Home > National > ટ્રેનમાં મર્યાદા કરતાં વધુ સામાન લઇ જવા પર ભરવો પડશે દંડ


Foto

ટ્રેનમાં મર્યાદા કરતાં વધુ સામાન લઇ જવા પર ભરવો પડશે દંડ

June 5, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રિઝર્વ કોચમાં હવે હદથી વધુ સામાન લઈને પ્રવાસ કરનારા યાત્રીઓ પર અંકુશ લગાવવા રેલવે વિભાગે કમર કસી છે. રેલવે વિભાગ તેના માટે દેશભરમાં દરેક રેલવે મંડળોમાં 8 થી 22 જૂન સુધી એક અભિયાન ચલાવી રહી છે. આ માટે તે મુસાફરો પર વિશેષ નજર રાખવામાં આવશે જે ટ્રેનનાં રિઝર્વ કોચમાં નિયમ કરતાં વધુ સામાન લઈને મુસાફરી કરે છે.

હાલ સામાન લઇ જવાની મર્યાદા ફર્સ્ટ એસીમાં 70 કિલો છે જયારે વધારાની છુટ 15 કિલો છે. જયારે સેકન્ડ એસીમાં આ છૂટ 50 કિલો અને વધારાની છુટ 10 કિલો છે. આ ઉપરાંત થર્ડ એસીમાં સામાન લઇ જવાની છૂટ 40 કિલો અને વધારાની છૂટ 10 કિલો જેટલી છે.

આ બાબતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ બધા ક્લાસમાં નિઃશુલ્ક મર્યાદા કરતા વધુ સામાન પ્રવાસી લઇ જશે અને મુસાફરીનાં સ્થાને યાત્રી પાસે તપાસ દરમિયાન વધુ સામાન મળશે તો વધારાના સામાન પર પાર્સલ ચાર્જનાં 6 ગુણા અથવા લઘુતમ 50 રૂપિયા દંડ વસુલ કરવામાં આવશે.