loader

Breaking News


Home > Gujarat > નવેમ્બરમાં અમદાવાદ ખાતે યોજાશે ઈટરવ્યું માર્ગદર્શન તાલિમ કેમ્પ


Foto

નવેમ્બરમાં અમદાવાદ ખાતે યોજાશે ઈટરવ્યું માર્ગદર્શન તાલિમ કેમ્પ

Sept. 10, 2018, 11:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યનાં શિક્ષિત બેરોજગાર યુવક-યુવતિઓ માટે ત્રણ દિવસની પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આગામી તા.૦૫.૧૧.૧૮ થી તા.૧૭.૧૧.૧૮ દરમિયાન આયોજન કરાયું છે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા માંગતા ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવકયુવતીઓએ નીચે જણાવેલ વિગતે સ્વહસ્તાક્ષર વાળી અરજી તા.૬.૧૦.૨૦૧૮ સુધીમાં સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીને સીધેસીધી મોકલવાની રહેશે.



રસ ધરાવતા યુવક-યુવતીઓએ પોતાનું નામ અને સરનામું, ફોન નંબર, જન્મ તારીખ (પ્રમાણપત્ર સાથે), ઉંમર (વર્ષ-માસ-દિવસ), શૈક્ષણિક લાયકાત (પૂરાવા સાથે), વિશેષ લાયકાત, નોકરી-ધંધાને લગતી પસંદગીનો પ્રકાર, રોજગાર વિનિમય કચેરીનો નોંધણી નંબર-તારીખ, પાસપોર્ટ સાઇઝનો તાજેતરમાં પડાવેલ ફોટો, અને આધારકાર્ડ નંબર ઝેરોક્ષ નકલ સાથે અરજી કરવાની રહેશે. અગાઉની શિબિરમાં જેમણે ભાગ લીધો હોય તેમણે અરજી કરવી નહી. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવાશે નહી. માત્ર પસંદ થયેલ વ્યક્તિઓને જે તે સમયે જાણ કરવામાં આવશે, તેમ યુથબોર્ડ અધિકારી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.