loader

Breaking News


Home > National > ટ્રાન્સપોર્ટર્સની અચોક્કસ મુદતની હડતાળ શરૂ થઈ, હજારો વાહનોના પૈડાં થંભી જશે


Foto

ટ્રાન્સપોર્ટર્સની અચોક્કસ મુદતની હડતાળ શરૂ થઈ, હજારો વાહનોના પૈડાં થંભી જશે

July 20, 2018, 3:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : માનવમિત્ર, અમદાવાદ : ડીઝલ અને પેટ્રોલના સતત વધતા ભાવ સહિતના મુદ્દે આજથી ટ્રાન્સપોર્ટર્સ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનને ખાનગી લક્ઝરી બસ એસોસિયેશને સમર્થન જાહેર કરતાં આજે એક દિવસ માટે રાજ્યભરની મોટા ભાગની લક્ઝરી બસોનાં પૈડાં થંભી જશે. આજના રાતના ૧ર વાગ્યાથી આવતી કાલના રાતના ૧ર વાગ્યા સુધી લક્ઝરી બસો દોડશે નહીં.

અમદાવાદ શહેરથી રાજ્યભરનાં સુરત, રાજકોટ, ભાવનગર અમરેલી, દિવ, મુંબઇ, શ્રીનાથજી વગેરે સ્થળોએ ઉપડતી પ૦૦થી વધારે ખાનગી લક્ઝરી બસોનાં બુકિંગ આવતી કાલ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. ર૦મીએ રાતના બાર વાગ્યા પછી રાબેતા મુજબ ખાનગી લક્ઝરી બસ સેવા શરૂ થઇ જશે. ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશન દ્વારા સવારના ૬ વાગ્યાથી કોઇ પણ માલનાં બુકિંગ નહીં લેવાનો નિર્ણય લેવાયો છે તેવી જ રીતે ખાનગી લક્ઝરી બસોનાં બુકિંગ પણ શનિવાર એક દિવસ માટે બંધ કરાયાં છે. અમદાવાદની ૧૦૦૦થી વધુ અને રાજ્યભરની ૪૦૦૦થી વધુ બસોનાં પૈડા થંભી જશે.

ટ્રાન્સપોર્ટની હડતાળને પરિવહન સાથે સંકળાયેલાં વિવિધ સંગઠનોએ ટેકો આપ્યો છે. તેથી તેના ભાગરૂપે હડતાળના પહેલા દિવસે શુક્રવારે ખાનગી બસ એસોસિયેશન પણ એક દિવસની હડતાળ પાડશે. આ અંગે ખાનગી બસોના એસોસિયેશન અખિલ ગુજરાત ટૂરિસ્ટ વિહિકલ ઓપરેટર ફેડરેશનના પ્રમુખ રાજભાએ કહ્યું હતું કે રાજ્યભરમાં કુલ ૪૦૦૦થી વધુ ખાનગી લક્ઝરી બસો છે.