loader

Breaking News


Home > Health > માનસિક આઘાત વ્યક્તિને મજબૂત બનાવે છેઃ સર્વે


Foto

માનસિક આઘાત વ્યક્તિને મજબૂત બનાવે છેઃ સર્વે

May 18, 2018, 12:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જીવનના ખરાબ અનુભવો લોકોને મજબૂત બનાવે છે. કરંટ ડાયરેક્શન ઇન ફિઝિયોલોજિકલ સાયન્સ જર્નલ અનુસાર એક આંતરરાષ્ટ્રીય જૂથે ચકાસ્યું કે પોતાના નજીકનાં વ્યક્તિઓને ગુમાવવા જેવી પીડા માનસિક રીતે ભલે નુકસાનકારક હોય પણ સામાન્ય આઘાત વ્યક્તિને મજબૂત બનાવે છે.




એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જે લોકો જીવનમાં અનેક કપરી પરિસ્થિતિમાંથી પસાર થાય તેઓ વધુ હતાશ રહ્યા પણ કેટલાંક એવા લોકો પણ હતાશ દેખાય જેમણે કોઇ મુશ્કેલીનો સામનો કર્યો ન હતો. જેમણે તકલીફોનો સામનો કર્યો તેઓ જીવનમાં સારી રીતે જીવી શક્યા. તો વળી, બીજી બીજા અભ્યાસ જણાવે છે કે જૂનો પીઠ દર્દ વધુ સક્રિય રહેવા પ્રેરિત કરે છે, પણ આવી પીડા ધરાવતી વ્યક્તિએ ગંભીર પરેશાનીઓનો સામનો પણ કરવો પડ્યો. બીજી તરફ તેમણે ઘણી તકલીફો સહન કરી અથવા તો કોઇ સમસ્યાનો સામનો ન કર્યો હોય તેઓ વધુ નિષ્ક્રિય જાવા મળ્યા. સૂત્રોએ આ જૂથની આગેવાની કરી રહેલા માર્ક સીરીના હવાલેથી જણાવ્યું કે અનેક વિચારો જે સામાન્ય દેખાય છે. વૈજ્ઞાનિક પ્રમાણે તેનું સમર્થન નથી કરતાં. તેમણે કહ્યું કે નિશ્ચિતપણે મનોવિજ્ઞાનના અનેક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે દુખદ અનુભવ તમારા માટે ખરાબ છે.