loader

Breaking News


Home > National > કાળા નાગ સાથે ટ્રેનમાં મુસાફરોએ અદ્ધર શ્વાસે ૫૧ કિમીની કરી યાત્રા


Foto

કાળા નાગ સાથે ટ્રેનમાં મુસાફરોએ અદ્ધર શ્વાસે ૫૧ કિમીની કરી યાત્રા

July 30, 2018, 11:42 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બિહારમાં રેલ્વેતંત્રની નિષ્ફળતા છતી કરતો એક બનાવ સામે આવ્યો છે. મુઝફ્ફરપુરથી સમસ્તીપુર જઈ રહેલી ટ્રેનના એક કોચમાં કાળો નાગ ઘુસી જતા મુસાફરોમાં ભયથી ફફડાટ ફેલાઈ ગયો હતો અને તેમણે ચાલુ ટ્રેને ચિચિયારીઓ ચાલુ કરી દીધી હતી. આઘાતજનક બાબત એ છે કે અવધ - અસમ એક્સપ્રેસ ટ્રેન આટલા હોબાળા છતાં વચ્ચેનાં કોઈ સ્ટેશને રોકવામાં આવી નહોતી.

મળતી માહિતી મુજબ મુસાફરોએ ટ્રેનના જનરલ ડબ્બાની બારીમાં લટકતો સાપ જોયો હતો પરંતુ આ કોચ એટલો બધો ખિચોખીચ ભરાયેલો હતો કે કોઈ તેને પકડી શકે તેમ નહોતું. કોચમાં બેઠકો કરતાં વધુ મુસાફરો હોવાથી યાત્રીઓમાં ભારે ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું અને લોકોએ બચવા માટે ભગવાન રામનું નામ લેવાનું શરુ કરી દીધું હતું જો કે ટ્રેન સમસ્તીપુર રેલ્વે સ્ટેશન પહોંચી હતી ત્યારે રેલ્વે કર્મચારીઓએ સાપને મારી નાખ્યો હતો.