loader

Breaking News


Home > Bollywood > ઓસ્કાર એવોર્ડમાં શ્રીદેવી - શશી કપૂરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


Foto

ઓસ્કાર એવોર્ડમાં શ્રીદેવી - શશી કપૂરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

March 5, 2018, 11:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કેલીફોર્નીયા કેલીફોર્નીયાનાં ડોલ્બી થિયેટરમાં આયોજિત ૯૦ માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બોલીવુડની ચાંદની શ્રીદેવી અને શશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ આયોજનમાં હોલીવુડના દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. આ વચ્ચે જે સ્ટાર્સ ચાલુ વર્ષે દુનિયાને અલવિદા કહી ગયા તેમને લોકપ્રિય ગાયક એડી વેડરે શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૪ ફેબ્રુઆરીનાં રોજ શ્રીદેવીનું દુબઈમાં એક હોટેલનાં રૂમમાં બાથટબમાં ડૂબવાથી નિધન થયું હતું.તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ ઉપરાંત ૪ ડીસેમ્બર ૨૦૧૭ નાં રોજ ૭૯ વર્ષની ઉંમરે હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા શશી કપૂરનું નિધન થયું હતું. શશી કપૂર ઘણા વર્ષોથી કીડનીની બીમારીથી પીડાતા હતા.