loader

Breaking News


Home > National > મહાભારતમાં ઇંટરનેટ જેવા નિવેદન આપનાર ત્રિપુરા સીએમ બિપ્લવ દેબે આપ્યુ ફરી એક વિવાદિત નિવેદન


Foto

મહાભારતમાં ઇંટરનેટ જેવા નિવેદન આપનાર ત્રિપુરા સીએમ બિપ્લવ દેબે આપ્યુ ફરી એક વિવાદિત નિવેદન

May 2, 2018, 9:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજનીતિમાં નેતાઓ ઘણીવાર જુઠ્ઠુ બોલતા અને વિવાદિત નિવેદન આપતા રહ્યા છે. નેતા અને વિવાદ તે આપણા દેશમાં એકબીજાનાં પુરક કહેવાય ેછે. ચર્ચામાં રહેવા માટે નેતાઓ ઘણીવાર વિવાદિત નિવેદન આપતા હોય છે, જે પાર્ટી માટે નફા કરતા વધુ નુકસાનદેહ હોય છે. તેવુ જ એક વિવાદિત નિવેદન ત્રિપુરાનાં સીએમ બિપ્લવ દેબે આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે, જે સરકાર વિરુદ્ધ આંગળી ઉઠાવશે તેના વેઢા જ કાપી દેવામાં આવશે.



બિપ્લવ દેબનાં આ વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તે ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. આ પહેલા પણ તેમણે મહાભારતકાળથી ભારતમાં ઇંટરનેટ છે જેવા નિવેદન આપી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ હતુ. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યુ કે, સવારે 8 વાગે તાજા દૂધી લઇને આવ્યો અને 9 વાગ્યા સુધીમાં કોઇ એટલા નખ મારી દે છે કે તે વેચવા લાયક રહેતી નથી. તેને છેવટે ગાયને ખવડાવવું પડે અથવા ઘરે પાછુ લઇ જવુ પડે છે. આ પ્રકારનું મારી સરકારમાં ન થવુ જોઇએ, કે કોઇ પણ આવીને તેમાં આંગળી મારી દે. કોઇ આવીને નખ મારી દે. જેણે નખ લગાવ્યો તેના નખ કાપી દેવા જોઇએ. મારી સરકાર પર કોઇ હાથ ન રાખી શકે. જો કે બિપ્લવ દેબે આ પહેલા પણ વિવાદિત નિવેદન આપી પોતાને ચર્ચામાં બનાવી રાખ્યા હતા.

આ પહેલા બિપ્લબ દેબે યુવાનોને નેતાઓની આજુ બાજુમાં ફરવાની જગ્યાએ પાનની દુકાન ખોલવાની સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, ત્રિપુરામાં દૂધ 50 રૂપિયા લિટર છે. અહી એક ગ્રેજ્યુએટ 10 વર્ષ સુધી નોકરી માટે આમ તેમ ભટકતો રહે છે, તે જગ્યાએ જો તે યુવા ગાય પાળી હોત તો આજે તે યુવા પાસે બેંક એંકાઉન્ટમાં 10 લાખ રૂપિયા હોતા. સાથે તેમણે યુવાઓને બેરોજગારીથી બચવા એક સલાહ આપી કે સરકારી નોકરીની આશામાં ન રહે અને પાનની એક દુકાન ખોલે, અ રીતે તમારા બેંક ખાતામાં લાખો રૂપિયા આવી શકે છે.