loader

Breaking News


Home > National > કર્ણાટકમાં ત્રિશંકુ પરિણામ, કોંગ્રેસ - જેડીએસ સરકાર બનાવવા મક્કમ


Foto

કર્ણાટકમાં ત્રિશંકુ પરિણામ, કોંગ્રેસ - જેડીએસ સરકાર બનાવવા મક્કમ

May 16, 2018, 10:35 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીનાં પરિણામ આવી ગયા છે પરંતુ હજુ સરકાર કોની બનશે તે નક્કી થઇ શક્યું નથી. સરકાર બનાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ સતત સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. ભાજપનું કહેવું છે કે તેમનાં સંપર્કમાં કોંગ્રેસ - જેડીએસનાં ધારાસભ્યો છે તો બીજી બાજુ કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડીને રિસોર્ટમાં લઇ જઈ શકે છે.

જો કે જેડીએસનાં ધારાસભ્ય શ્રવણનાં કહેવા મુજબ અમારા ૪ થી 5 પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ અમે બધા એક છીએ અને ૮૦ ટકા ધારાસભ્યો બેઠકમાં આવી ગયા છે. બીજીબાજુ કોંગ્રેસે પણ ઈગલટન રિસોર્ટમાં રૂમ બુક કરાવી દીધા છે સુત્રોનાં જણાવ્યાં મુજબ રિસોર્ટમાં ૧૨૦ રૂમ કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસનાં નેતા મધુયક્ષી ગૌડએ જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતા ધારાસભ્યો છે અને દરેક ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. અમે દરેક ધારાસભ્યની સહી લઈને ગર્વનરને મળવા જઈશું.