loader

Breaking News


Home > International > મોદી સરકાર મુશ્કેલીમાં, રાફેલ મામલે ફ્રાંસનાં NGO એ તપાસની કરી માંગ


Foto

મોદી સરકાર મુશ્કેલીમાં, રાફેલ મામલે ફ્રાંસનાં NGO એ તપાસની કરી માંગ

Nov. 24, 2018, 12:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પેરિસ : રાફેલ ડીલ પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો અને આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ફ્રાન્સના એક એનજીઓએ સમગ્ર ડીલ મુદ્દે ફરીથી તપાસની માંગ કરી છે અને તેના માટે ફરિયાદ પણ નોંધાવી છે. ફ્રાન્સનાં એક એનજીઓએ ફરિયાદ દાખલ કરીને દેશની નાણાકીય સંસ્થાની ઓફિસમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારની માંગ કરી છે.

પેરિસમાં સપ્ટેમ્બર, 2016 માં રાફેલ ડીલ પર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ વચ્ચે કરાર થયો હતો જેમાં ભારતને 36 રાફેલ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. આ ડિલ લગભગ 58 હજાર કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. અહીં ભારતમાં પણ આ મુદ્દે ચર્ચા બંધ થવાનું નામ નથી લઇ રહી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ સોદા મુદ્દે પ્રધાનમંત્રી મોદીને 15 મિનિટ ચર્ચા કરવાનો પણ પડકાર ફેંક્યો છે ત્યારે હવે એનજીઓએ કેસ દાખલ કરતાં કેન્દ્ર સરકાર મારે વધુ એક મુસીબત ઉભી થઇ છે.