loader

Breaking News


Home > National > ટ્રકોની હડતાલ બીજા દિવસે પણ ચાલુ, શાકભાજી અને રોજવપરાશની વસ્તુઓ થઇ શકે મોંઘી


Foto

ટ્રકોની હડતાલ બીજા દિવસે પણ ચાલુ, શાકભાજી અને રોજવપરાશની વસ્તુઓ થઇ શકે મોંઘી

July 21, 2018, 4:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સરકાર સાથે ગુરુવારે રાત્રે ટ્રાન્સપોર્ટર્ સાથેની વાતચીતનું કોઈ પરિણામ ના આવતાં ટ્રક ઓપરેટરો શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ચાલ્યા ગયા છે. શનિવારે પણ ટ્રકોની હડતાલ ચાલુ રહી છે. પ્રથમ દિવસે હડતાલની ખાસ અસર જોવા નહોતી મળી પરંતુ આ હડતાલનો વધુ દિવસ ચાલી તો તેની અસર શાકભાજી અને રોજવપરાશની ચીજો પર પડી શકે છે.

આ હડતાલથી રોજબરોજની ચીજ વસ્તુઓની સપ્લાય પર અસર પડશે જેથી આ ચીજો મોંઘી થશે. એક અંદાજ મુજબ હડતાલથી દૈનિક બે હજાર કરોડ રૂપિયાનું નુકશાન થવાની સંભાવના છે. આ ઉપરાંત ટ્રકો રસ્તા વચ્ચે જ ઉભી રાખવામાં આવી છે જેને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થયેલ છે જેમાં સામાન્ય લોકોને ઘણી તકલીફ પડી રહી છે. તમને જણાવી દઈએ કે ડીઝલની કિંમતો અને ટોલ ફીમાં ઘટાડાની માંગ સાથે ટ્રક અને બસ ઓપરેટર્સ સંગઠન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેતૃત્વમાં ટ્રાન્સપોર્ટર હડતાલ પર છે.