loader

Breaking News


Home > Gujarat > ટ્રાન્સ્પોર્ટ હડતાળના પગલે અનાજ લઇને આવતી ટ્રકો ૭૫% ઘટી ગઈ


Foto

ટ્રાન્સ્પોર્ટ હડતાળના પગલે અનાજ લઇને આવતી ટ્રકો ૭૫% ઘટી ગઈ

July 27, 2018, 5:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વડોદરામાં જીએસટીના ઇ-વે બિલ, ડીઝલના ભાવમાં દર ત્રણ મહિને સુધારો કરવા તથા ટોલ ફ્રી બેરિયર સહિતના મુદ્દે ટ્રાન્સ્પોર્ટરોની હડતાળ ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. ટ્રાન્સ્પોર્ટ હડતાળના પગલે શહેરના મુખ્ય અનાજ બજાર એટલે કે હાથીખાના ખાતે રોજ અનાજ લઇને આવતી ટ્રકોનું પ્રમાણ ૭૫ ટકા ઉપરાંત જેટલું ઘટી જવા પામ્યું છે. રોજની ૭૦ જેટલી ટ્રકો અનાજ લઇને આવે છે, તેનું પ્રમાણ હવે ઘટીને ૧૦થી નીચે ગયુ હતું.

વડોદરા ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં અનાજ બજારમાં પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવાથી ટ્રક હડતાળની કોઇ જ અસર જાવા મળતી નથી. સયાજીપુરા ખાતે શાકભાજી બજારમાં નિયમિત રીતે પુરવઠો આવી રહ્યો છે.ખંડેરાવ માર્કેટ ખાતેના ફ્રૂટ બજારના વેપારી ગિરધારી મોહનાનીએ જણાવ્યું હતું કે, હાલમાં કેરીની સીઝન પૂરી થઇ છે, જ્યારે સફરજનની સીઝન આગામી મહિને શરૂ થશે. અગાઉ શહેરમાં ફ્રૂટનો જથ્થો રોજ આવતો હતો, તે સીઝન પૂરી થતાં ઘટયો છે.