loader

Breaking News


Home > National > ટ્રંપ બની શકે છે રિપબ્લિક ડે પર ચીફ ગેસ્ટ, ભારતે મોકલ્યું નિમંત્રણ


Foto

ટ્રંપ બની શકે છે રિપબ્લિક ડે પર ચીફ ગેસ્ટ, ભારતે મોકલ્યું નિમંત્રણ

July 13, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતે આવનારા પ્રજાસત્તાક દિવસ સમારોહના મુખ્ય અતિથી બનવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને નિમંત્રણ આપ્યું છે. જો તેઓએ તેણે સ્વિકારી લેશે તો વિદેશનીતિની રીતે ભારત સરકારની આ એક મોટી સફળતા માનવામાં આવશે. એક અખબાર અનુસાર ભારતે આ વર્ષે એપ્રિલ મહિનામાં આ આમંત્રણ આપ્યું હતું અને હાલ અમીરિકાની સરકાર પાસેથી સત્તાવાર જવાબની રાહ જોવાઈ રહી છે.

જો કે એવા સંકેત મળી રહ્યાં છે કે ટ્રંપ પ્રશાસન આ મુદ્દે સકારાત્મક વિચારણા કરી રહ્યું છે . આ નિમંત્રણ મોકલ્યા બાદ આ બાબતે ઘણા રાજકીય સ્તરે સંવાદ પણ થઇ ચુક્યા છે. જો ટ્રંપ ભારત આવે તો તેમની આ મુલાકાત તેમની અગાઉનાં પ્રમુખ બરાક ઓબામા કરતા પણ વધુ ચર્ચાસ્પદ રહેશે. બરાક ઓબામાં વર્ષ ૨૦૧૫ માં રિપબ્લિક ડે પરેડના મુખ્ય મહેમાન હતા.