loader

Breaking News


Home > National > તુતીકોરીન હિંસા : TNPCB એ સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો


Foto

તુતીકોરીન હિંસા : TNPCB એ સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો

May 24, 2018, 11:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, તામિલનાડુ : તામિલનાડુ પ્રદુષણ નિયંત્રક બોર્ડ (TNPCB) એ તુતીકોરીનમાં વેદાંતાનાં યુનિટ સ્ટરલાઈટ કોપર પ્લાન્ટને તાત્કાલિક રૂપથી બંધ કરવાનો આદેશ આપી દીધો છે. ગઈકાલે પ્લાન્ટમાં મળતી વીજળી કનેક્શન પણ કાપી લેવામાં આવ્યું છે. યુનિટને બંધ કરવાના આદેશ તામિલનાડુ પ્રદુષણ નિયંત્રક બોર્ડનાં અધ્યક્ષે આપ્યા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને મંગળવારે એક હિંસકરૂપ ધારણ કરી દીધુ હતુ. સ્ટરલાઇટ યુનિટથી થતા પ્રદુષણનો વિરોધ કરી રહેલા લોકોનાં ટોળા ઉમટી આવતા પોલીસને કલમ 144 લાગુ કરી દીધી છે. આ ટોળાને કાબુમાં લેવા પોલીસે કરેલા ગોળીબારમાં 11 લોકોનાં મોત થયા હતા.